મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: સુરેન્દ્રનગરના દુધઈમાંથી 5 દિવસથી ફરાર દેવાયત ખવડની અટકાયત, જાણો શું હતો સમગ્ર મામલો

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના દુ

Gujarat news: સુરેન્દ્રનગરના દુધઈમાંથી  5 દિવસથી ફરાર  દેવાયત ખવડની અટકાયત, જાણો શું હતો સમગ્ર મામલો

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગરના દુધઈ ખાતે લોકકલાકાર દેવાયત ખવડની અટકાયત કરવામા આવી હતી. ગીર સોમનાથના તલાલા ખાતે હુમલાના કેસમાં ફરાર દેવાયત ખવડને આખરે સુરેન્દ્રનગર પોલીસે દુધઈ ગામના ફાર્મ હાઉસ નજીકથી ઝડપી લીધો. તલાલા પોલીસ અને LCBની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખી તપાસ હાથ ધરી હતી

હુમલો કર્યા બાદ દેવાયત હોન્ડા અમેઝ કારમાં દુધઈ આવ્યો

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હુમલો કર્યા બાદ દેવાયત હોન્ડા અમેઝ કારમાં દુધઈ આવ્યો હતો અને ત્યારબાદ બોલેરો કારમાં ફરાર થયો હતો. પોલીસે દુધઈ ગામમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી, જેમાં શંકાસ્પદ સ્કોર્પિયો કાર પણ જપ્ત કરવામાં આવી. આ કેસમાં દેવાયત સહિત 12થી 15 અજાણ્યા આરોપીઓ સામે તલાલા પોલીસે ગુનો નોંધ્યો છે.  

દેવાયત ખવડ પર ગંભીર આરોપ

દેવાયત ખવડ પર આરોપ છે કે, તેણે સનાથળમાં રહેતા યુવકની કારને ચિત્રોડ નજીત રિસોર્ટથી સોમનાથ જતો હતો ત્યારે તેની કારને ઠોકર મારી હતી. આ સિવાય દેવાયત સહિત 10-15 શખસોએ પાઇપ વડે હુમલો કરી યુવકના હાથ-પગ ફ્રેક્ચર કરી નાંખ્યા હતા, તેમજ રિવોલ્વર બતાવી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ સિવાય 42-43 હજાર લૂંટી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર યુવકે દેવાયત ખવડ અને અન્ય શખસો દ્વારા હુમલો કરી લૂંટી કરી હોવાનું જણાવ્યું હતું.

શું હતી ઘટના? 

અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મનદુઃખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 શખસો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો.

આ સમાચાર શેર કરો