જૂની અદાવતમાં મોરેમોરો! દેવાયત ખવડની ફોર્ચ્યુનર કારે કિયા કારને મારી ટક્કર, એક યુવક ઘાયલ
ગુજરાતના જાણીતા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. મળતી માહિતી મુજબ, તાલાલા ગીરના ચિત્રોડ

ગુજરાતના જાણીતા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. મળતી માહિતી મુજબ, તાલાલા ગીરના ચિત્રોડ ગામે દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને અન્ય કિયા કાર સાથે અથડાઈ છે. આ ઘટનામાં કિયા કારમાં સવાર ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નોંધનીય છે કે, અમદાવાદના સથાનલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે અગાઉ બબાલ થઈ હતી.
મળતી માહિતી અનુસાર ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રોડ ગામે હોટેલમાં રોકાયા હતા. આ અંગેની જાણ દેવાયત ખવડ અને તેના માણસોને થઈ હતી. ત્યારેબાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ રેકી કરીને બલાલ કરી હતી અને દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કાર સાથે અથડાઈ છે. હાલ આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને દેવાયત ખવડ અને તેના માણસોને પકડવા કવાયત કરી છે.




