મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેવાયત ખવડ સહિત 15 શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, કારને ટક્કર મારી લૂંટવાનો લાગ્યો આરોપ

ગુજરાતના જાણીતા કલાકાર દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અન્ય કિયા કાર સાથે અથડાઈ હતી, આ ઘટનામાં કિયા ક

દેવાયત ખવડ સહિત 15 શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, કારને ટક્કર મારી લૂંટવાનો લાગ્યો આરોપ

ગુજરાતના જાણીતા કલાકાર દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અન્ય કિયા કાર સાથે અથડાઈ હતી, આ ઘટનામાં કિયા કારમાં સવાર ધ્રુવરાજસિંહ ચૌહાણને  ઈજા પહોંચી હતી, હવે આ ઘટનામાં નવા ખુલાસાઓ થયા છે. આ અંગે ગીર સોમનાથના તાલાલા પોલીસ સ્ટેશનમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત 15 શખ્સો વિરુદ્ધ મારામારી, ચેન લૂંટ અને બંદૂક બતાવી ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે.ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરી, સોનાની ચેન અને રોકડ લૂંટવાનો આરોપ છે. 

દેવાયત ખવડ અને તેના સાથીઓએ બંદૂક તાકી કેસ ન કરવાની ધમકી પણ આપી હતી. ફરિયાદમાં હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર મંડળી અને ગુનાહિત કાવતરું સહિતની ગંભીર કલમો લગાવવામાં આવી છે.પોલીસે તપાસ શરૂ કરી, આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો