મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Surat એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: બેંગકોક ફ્લાઇટમાંથી ₹9 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે નશીલા પદાર્થોની હેરાફેરી માટે ડ્રગ્સ

Video/ Surat એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: બેંગકોક ફ્લાઇટમાંથી ₹9 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે નશીલા પદાર્થોની હેરાફેરી માટે ડ્રગ્સ પેડલરોનું સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું હોય તેમ જણાય છે. કસ્ટમ અને ડીઆરઆઈ (DRI) ની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બેંગકોકથી આવતી ફ્લાઇટમાંથી કરોડોની કિંમતનો હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

સળંગ બે દિવસ સુધી ચાલ્યું ઓપરેશન

તપાસ એજન્સીઓને મળેલી સચોટ બાતમીના આધારે એરપોર્ટ પર વોચ રાખવામાં આવી હતી. બેંગકોકથી સુરત આવતી ફ્લાઇટમાં તપાસ કરતા પ્રથમ દિવસે 6 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, બીજા દિવસે પણ તે જ ફ્લાઇટમાંથી વધુ 8 કિલો ગાંજો મળી આવતા તંત્ર દોડતું થયું હતું. આ કુલ 14  કિલો ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹૯ કરોડ હોવાનું માનવામાં આવે છે.

સીટ નીચે છુપાવીને કરાતી હતી હેરાફેરી

સ્મગલરોએ ડ્રગ્સ છુપાવવા માટે અત્યંત ચતુરાઈભરી પદ્ધતિ અપનાવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાના પેકેટ્સ પ્લેનની સીટની નીચેના ભાગમાં અને ફિટિંગમાં છુપાવવામાં આવ્યા હતા. આરોપીઓનો પ્લાન આ જથ્થો સુરતથી વાયા દિલ્હી પહોંચાડવાનો હતો, પરંતુ એરપોર્ટ સુરક્ષા એજન્સીઓની સતર્કતાએ તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

ચાર આરોપીઓની ધરપકડ

DRI એ આ મામલે સઘન તપાસ કરીને ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે:

  • પ્રવીણ કરમવીર
  • પ્રદીપ ભાન
  • વિક્રમ બુકલ
  • અંશુલ ગુપ્તા

તપાસનો ધમધમાટ
પકડાયેલા તમામ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. હાલ એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે અને અગાઉ આ રીતે કેટલી વાર ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી છે. સુરત એરપોર્ટ પર વારંવાર ઝડપાતા ડ્રગ્સના જથ્થાને કારણે સુરક્ષા વ્યવસ્થા પણ વધુ કડક કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો