Surat માંથી નકલી ઈન્કમટેક્સ ઓફિસર પકડાયો, ફાઈલ ક્લોઝ કરવા વેપારી પાસેથી માંગ્યા હતા 4 લાખ
સુરતમાંથી પોલીસે નકલી ઈન્કમટેક્સ ઓફિસર ઝડપી પાડ્યો છે. કાપડના વેપારીને IT અધિકારી હોવાની ઓળખ આ

સુરતમાંથી પોલીસે નકલી ઈન્કમટેક્સ ઓફિસર ઝડપી પાડ્યો છે. કાપડના વેપારીને IT અધિકારી હોવાની ઓળખ આપી ફાઈલ ક્લોઝ કરવાના નામે ચાર લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ પોલીસને જાણ કરતા આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
ફાઈલ ક્લોઝ કરવાના નામે ચાર લાખ રૂપિયા માંગ્યા
સુરતની વરાછા પોલીસે નકલી ઈન્કમટેક્સ ઓફિસર ઝડપી પાડ્યો છે. વરાછા ગ્લોબલ માર્કેટમાં આશાપુરા ફેશન નામની કાપડની દુકાનના વેપારીને વિજયસિંહ ચૌહાણ નામના શખ્સે ઈન્કમટેક્સ ઓફિસર હોવાની ઓળખ આપી હતી, તેમજ ફાઈલ ક્લોઝ કરવાના નામે ચાર લાખ રૂપિયા માંગ્યા હતા. જો કે વેપારીએ તેની પાસે ઓળખ કાર્ડ માંગતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો, જે બાદ પોલીસને જાણ કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.




