Video/ મહેસાણામાં માંકણજ ગામેથી ક્રૂડ ઓઈલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, ₹24 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા જિલ્લામાં તેલ ચોરી માફિયાઓ સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. તાજેત

મહેસાણા જિલ્લામાં તેલ ચોરી માફિયાઓ સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. તાજેતરમાં સાંથલ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી કાર્યવાહી કરતા જોટાણા તાલુકાના માંકણજ ગામની સીમમાંથી ONGC ના ક્રૂડ ઓઈલની ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે આ દરોડા દરમિયાન કુલ ₹24 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કેવી રીતે ઝડપાયું કૌભાંડ?
સાંથલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે માંકણજ ગામની સીમમાં ONGC ના ક્રૂડ ઓઈલ ભરેલા ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ઓઈલની ચોરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ પાડી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ONGC ના ટેન્કરમાંથી ટ્રકમાં ઓઈલ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું હતું. પોલીસને જોતા જ નાસભાગ મચી ગઈ હતી.
મુદ્દામાલની વિગત
પોલીસે સ્થળ પરથી 10,000 લિટર ક્રૂડ ઓઈલ, ઓઈલ ભરેલું ટેન્કર અને ટ્રક, અન્ય સાધન-સામગ્રી સાથે કુલ કિંમત: અંદાજે ₹24 લાખની વસ્તુઓ કબજે કરી છે.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
આ મામલે પોલીસે નંદાસણના એક શખ્સની અટકાયત કરી છે. જોકે, આ કૌભાંડનો મુખ્ય આરોપી સહિત અન્ય 3 શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સાંથલ પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડીને તેલ ચોરોને મોટો ફટકો આપ્યો છે. હાલ પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.







