Video: મહુધામાં 'ડોક્ટર' તરીકે ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતું દંપતી ઝડપાયું
ખેડા જિલ્લાના મહુધામાં ડોક્ટર હોવાની ખોટી ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરનારા એક દંપતીને
ખેડા જિલ્લાના મહુધામાં ડોક્ટર હોવાની ખોટી ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરનારા એક દંપતીને મહુધા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યું છે. આ દંપતીની ધરપકડ થતાં જ રાજ્યમાં આચરેલા અન્ય 57 જેટલા ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે.
દવાના બહાને ₹ 50000 ની છેતરપિંડી
મળતી માહિતી મુજબ, છેતરપિંડી કરનાર દંપતીએ મહુધા તાલુકાના ચુણેલ ગામે એક દંપતીને નિશાન બનાવ્યું હતું. આરોપીઓએ પોતે ડોક્ટર હોવાની ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે તેઓ ગામમાં દવાખાનું ખોલવાના છે તથા પડોશમાં ભાડે રહેવા આવવાના છે.
ભોગ બનનાર દંપતીને વિશ્વાસમાં લીધા બાદ આરોપીઓએ જણાવ્યું કે, "અમે દવા મંગાવી છે અને હાલમાં રૂપિયાની જરૂર છે, અમે તમને બપોરે પાછા આપી દઈશું." આમ કહીને તેઓ પચાસ હજાર રૂપિયા લઈ ગાડીમાં રફૂચક્કર થઈ ગયા હતા.
પોલીસે ગણતરીના કલાકોમાં પકડ્યા
આ છેતરપિંડીના મામલે ભોગ બનનારે મહુધા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. મહુધા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપી દંપતી, હિતેશપુરી ગોસ્વામી અને દક્ષાબેનને તેમની ગાડી સાથે ઝડપી પાડ્યા હતા.







