મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર મુદ્દે ગ્રાહકોમાં રોષ, UGVCL કચેરીએ કર્યો હોબાળો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર મુદ્દે ગ્ર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર મુદ્દે ગ્રાહકો પરેશાન બની ગયા છે. UGVCL દ્વારા ગ્રાહકોની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિનાથી વીજ બિલ ન આવતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. આ દરમિયાન બિલ બાકી હોવાનું જણાવી અનેક ગ્રાહકોના વીજ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો.

મોતીપુરા ફીડર સાથે જોડાયેલા સહકારી, હડિયોલ, ગઢોડા અને હાજીપુર સહિતના ગામોના લોકો મોટી સંખ્યામાં UGVCL કચેરીએ પહોંચ્યા હતા અને હોબાળો મચાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ગ્રાહકોનો આક્ષેપ છે કે બિલ બાકી હોવાનું કહી કનેક્શન બંધ કરી દેવામાં આવે છે અને તેને ફરી શરૂ કરાવવા માટે 100 રૂપિયાની પેનલ્ટી પણ વસુલવામાં આવે છે. જેના કારણે લોકોમાં અસંતોષ વધ્યો છે.

ઉનાળાની શરૂઆતમાં વીજ પુરવઠો બંધ થતા ધંધા-રોજગાર સહિત દૈનિક જીવન પર પણ તેની અસર પડી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો