Sabarkanthaમાં હિટ એન્ડ રનની ઘટના, મોપેડ ચાલક યુવતીનું નીપજ્યું મોત
સાબરકાંઠા જિલ્લામાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં અજાણ્યા વાહનચાલ

સાબરકાંઠા જિલ્લામાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં અજાણ્યા વાહનચાલકે મોપેડ ચાલક યુવતીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીનું ઘટનાસ્થળે જ મોત
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવતીનું મોત થયું છે. કડીવાલા પેટ્રોલપંપ આગળ મોપેડ લઈને જઈ રહેલી યુવતીને વાહને ટક્કર મારતા યુવતી રોડ પર પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક યુવતી શહેરના ઝહિરાબાદ વિસ્તારની હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા યુવતીની લાશને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.




