મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સિવિલ હોસ્પિટલમાં ગંભીર ઘટના, વેન્ટિલેટરમાં આગ લાગતા દર્દી દાઝી ગયા, તપાસ કમિટીની રચના

રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં બે દિવસ પૂર્વે એક ગંભીર બનાવ બન્યો હતો, જેમાં વેન્

રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં બે દિવસ પૂર્વે એક ગંભીર બનાવ બન્યો હતો, જેમાં વેન્ટિલેટરમાં આગ લાગવાના કારણે એક દર્દી દાઝી જવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હોસ્પિટલનાં ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. હર્ષદ દૂસરાએ આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, "બે દિવસ પહેલાં શ્વાસની બીમારી સબબ એક દર્દીને ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દી વેન્ટિલેટર સપોર્ટ પર હતા ત્યારે રાત્રિના સમયે વેન્ટિલેટરમાં આગ લાગવાની ઘટનાની જાણ થઈ હતી."

આગ લાગવાના કારણે દર્દી દાઝી જતાં તાત્કાલિક તેમને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ગંભીર ઘટના અંગે હોસ્પિટલ દ્વારા તુરંત જ દર્દીના સગાંને જાણ કરવામાં આવી હતી.

કમિટીની રચના અને કડક પગલાંની ખાતરી

ડો. દૂસરાએ વધુમાં જણાવ્યું હતું કે, વેન્ટિલેટરમાં આગ લાગવાના કારણો જાણવા માટે અમારા દ્વારા પ્રાથમિક તપાસ કરાવવામાં આવી છે. જોકે, આ ઘટનાની સંપૂર્ણ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.

હોસ્પિટલ પ્રશાસને ખાતરી આપી છે કે, કમિટીના રિપોર્ટના આધારે આ બેદરકારી માટે જે કોઈ તબીબ કે કર્મચારી જવાબદાર ઠરશે, તેમની સામે કડક પગલાં લેવામાં આવશે.

આ સમાચાર શેર કરો