Video/ ભૂજના ઝૂરા ગામે બુટલેગર બેફામ! આંગણવાડીની બાજુમાં ધમધમતા દારૂના અડ્ડા પર મહિલાએ 'જનતા રેડ' કરી
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનું ઝૂરા ગામ ફરી એકવાર ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિન
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનું ઝૂરા ગામ ફરી એકવાર ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિને કારણે ચર્ચામાં આવ્યું છે. સ્થાનિક બુટલેગરો એટલા બેફામ બની ગયા છે કે ગામની આંગણવાડીની બરાબર બાજુમાં જ દેશી દારૂનો અડ્ડો ચલાવી રહ્યા હતા. આ મામલે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થતાં, ગામની એક મહિલાએ હિંમતભેર જનતા રેડ કરીને બુટલેગરનો પર્દાફાશ કર્યો હતો.
આંગણવાડી પાસે દારૂ વેચાતો હોવાથી રોષ
ઝૂરા ગામે ચાલતા દેશી દારૂના અડ્ડાથી ગ્રામજનો, ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. બાળકોના શિક્ષણ અને પોષણનું કેન્દ્ર ગણાતી આંગણવાડીની નજીકમાં જ આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાથી માતા-પિતામાં ચિંતા હતી.
સ્થિતિથી ત્રસ્ત થઈને એક મહિલાએ જાતે જ આ દારૂના અડ્ડા પર પહોંચીને જનતા રેડ કરી હતી. મહિલાએ સ્થળ પર જ દારૂનો જથ્થો અને પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો.
મહિલાએ દારૂનો અડ્ડો બંધ કરવાની માંગ કરી
પોલીસની ઢીલી કામગીરી અને બુટલેગરના બેફામપણા સામે ગામની મહિલાએ અવાજ ઉઠાવ્યો છે. મહિલાએ સત્તાવાળાઓ સમક્ષ તાત્કાલિક અસરથી આ દેશી દારૂનો અડ્ડો બંધ કરાવવા અને બુટલેગર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.







