મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ભુવાજીનો પડકાર: "ડીજે તો વાગશે જ, ગેનીબેનને ફોન કરી દેજો!"

બનાસકાંઠા: સોશિયલ મીડિયામાં હાલ વાવ અને થરાદ પંથકનો એક વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વી

બનાસકાંઠા: સોશિયલ મીડિયામાં હાલ વાવ અને થરાદ પંથકનો એક વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ભુવાજી રમેલ (માતાજીનો પ્રસંગ) દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા લગ્ન પ્રસંગોમાં ડીજે બંધ કરવાના લેવાયેલા નિર્ણય પર પ્રતિક્રિયા આપતા અને પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે.

"માતાજીના પ્રસંગમાં તો ડીજે વાગશે જ"

વાયરલ વીડિયોમાં ભુવાજી સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, "લગ્નમાં ભલે ડીજે બંધ હોય, પણ માતાજીના પ્રસંગોમાં (ચૈતર-વૈશાખની બીજમાં) તો ડીજે વાગશે જ." ભુવાજીએ વીડિયોમાં વધુમાં ઉમેર્યું કે જો કોઈને આ બાબતે વાંધો હોય, તો તેઓ ગેનીબેન ઠાકોરને ફોન કરીને આ વિશે જણાવી શકે છે.

નિર્ણય સામે વિરોધ કે મજાક?

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના ઠાકોર સમાજ અને સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સામાજિક સુધારાના ભાગરૂપે લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે ભુવાજીનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

વીડિયોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી

જોકે, આ વાયરલ વીડિયો કયા ગામનો કે કયા ચોક્કસ વિસ્તારનો છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. પરંતુ બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં આ વીડિયો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

આ સમાચાર શેર કરો