મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ 3350 કરોડના ખર્ચે બનેલો અમદાવાદ–રાજકોટ હાઈવે બિસ્માર: ડોળીયા-ચોટીલા વચ્ચે કમ્મરતોડ ખાડાં

સુરેન્દ્રનગર જિલ્લામાં 3350 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન Ahmedabad–

સુરેન્દ્રનગર જિલ્લામાં 3350 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન Ahmedabad–Rajkot Highway પર ખાડાઓ પડતા નિર્માણ કામગીરી સામે સવાલો ઊભા થયા છે. વાહનચાલકોની સુવિધા અને ઝડપી મુસાફરી માટે બનાવવામાં આવતો આ હાઈવે હજુ પૂર્ણ પણ થયો નથી, ત્યાં જ કેટલાક વિસ્તારોમાં માર્ગ બેસી જવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

ખાસ કરીને ડોળીયા થી Chotila વચ્ચેનો વિસ્તાર વધુ ખરાબ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. અહીં હાઈવે પર કમ્મરતોડ ખાડાં પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાહનચાલકોના જણાવ્યા મુજબ, ખાડાઓના કારણે વાહનોના ટાયર ફૂટી જવાના બનાવો બન્યા છે તેમજ સસ્પેન્શન સહિતના ભાગોને નુકસાન પહોંચી રહ્યું છે. રાત્રિના સમયે પરિસ્થિતિ વધુ જોખમી બની જાય છે, કારણ કે ખાડા સ્પષ્ટ દેખાતા નથી.

કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ હાઈવેની આવી દયનીય સ્થિતિ સામે આવતા નિર્માણ કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં પણ આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે.

વાહનચાલકો અને સ્થાનિક લોકો દ્વારા જવાબદાર વિભાગે તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરી સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો