મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: દૂધરેજ વડવાળા ધામ ખાતે ભવ્ય ધર્મસભા; નાગરદાસ બાપુની 'લઘુમહંત' તરીકે નિમણૂંક

સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલાવાડની પવિત્ર ધરતી અને રબારી-માલધારી સમાજની આસ્થાના પરમ કેન્દ્ર સમાન દૂધરેજ વડવાળ

તસવીર: GSTV

સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલાવાડની પવિત્ર ધરતી અને રબારી-માલધારી સમાજની આસ્થાના પરમ કેન્દ્ર સમાન દૂધરેજ વડવાળા ધામ ખાતે આજે એક ભવ્ય 'ધર્મસભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભરમાંથી પધારેલા 250થી વધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં વડવાળા મંદિરના નવા લઘુમહંત તરીકે નાગરદાસ બાપુની નિમણૂંક કરવામાં આવી હતી.

આ ધર્મસભાની ગરિમા વધારવા માટે જાણીતા રામાયણી કથાકાર પૂજ્ય મોરારીબાપુ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણા જેવા વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સાધુ-સંતોએ હાજરી આપી હતી. 

આ સમાચાર શેર કરો