Video/ 500 ચોરીઓ પછી તંત્ર જાગ્યું! Surendranagarના નવા બસ સ્ટેન્ડ પર 3 વર્ષ બાદ લગાવાયા CCTV
સુરેન્દ્રનગરના નવા અને આધુનિક બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયાના પૂરા ત્રણ વર્ષ બાદ આ
સુરેન્દ્રનગરના નવા અને આધુનિક બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયાના પૂરા ત્રણ વર્ષ બાદ આખરે ત્યાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જોકે, આ માટે કોન્ટ્રાક્ટ એજન્સીએ નહીં, પરંતુ ડિવિઝન કંટ્રોલર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી ખર્ચ કરવો પડ્યો છે.
ત્રણ વર્ષમાં 500 થી વધુ ચોરીની ઘટનાઓ
નવા બસ સ્ટેન્ડ પર સુરક્ષાના અભાવને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં 500 થી વધુ ચોરીની ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું છે. મુસાફરો અને વેપારીઓની અનેક રજૂઆતો છતાં, કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા CCTV કેમેરા લગાવવામાં આવ્યા નહોતા. આખરે સતત વધી રહેલા ગુનાખોરીના બનાવોને ધ્યાનમાં રાખીને ડિવિઝન કંટ્રોલરે આ પગલું ભર્યું છે.
ડિવિઝન કંટ્રોલરની ગ્રાન્ટમાંથી 9 કેમેરા
અંતે, લાંબી રાહ અને અનેક રજૂઆતો બાદ ડિવિઝન કંટ્રોલર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી બસ સ્ટેન્ડ પર 9 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા પ્રાથમિક તબક્કામાં બસ સ્ટેન્ડની દેખરેખ રાખશે. જોકે, બસ સ્ટેન્ડના કદ અને જરૂરિયાત સામે આ સંખ્યા અપૂરતી છે. બસ સ્ટેન્ડમાં કુલ 11 સ્ટેન્ડ આવેલા છે. 7 થી વધુ ઓફિસો આવેલી છે.
આટલા મોટા વિસ્તારમાં માત્ર 9 કેમેરા સુરક્ષા માટે પૂરતા નથી, પરંતુ તે ગુનાખોરી પર અંકુશ મેળવવાની દિશામાં પ્રથમ પગલું છે. કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા નિયમ મુજબ કેમ કેમેરા લગાવવામાં આવ્યા નથી, તે બાબત તપાસનો વિષય છે.







