મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Vadodaraમાં ઝઘડો શાંત પાડવા પહોંચેલી પોલીસ પર મહિલા અને પુરુષે પેવર બ્લોક વડે કર્યો હુમલો

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ઘટના સામે આવી છે. શહેર

તસવીર: Gstv

વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં સામાન્ય ઝઘડાની તપાસ કરવા પહોંચેલી પોલીસ ટીમ પર સ્થાનિક શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, કારેલીબાગમાં આવેલી જીવન ભારતી સ્કૂલ અને સંતોષી માતાના મંદિર પાસે કોઈ કારણોસર જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, મામલો શાંત પાડવા ગયેલા પોલીસ જવાનો પર જ કેટલાક લોકો તૂટી પડ્યા હતા.

પોલીસ પર પેવર બ્લોકથી હુમલો

ઘટનાસ્થળે હાજર એક મહિલા અને પુરુષે પોલીસ કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ રોડ પર પડેલા પેવર બ્લોક ઉપાડી પોલીસ જવાન પર ફેંક્યા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન હુમલાખોરો દ્વારા અપશબ્દો બોલીને પોલીસની કામગીરીમાં રૂકાવટ ઉભી કરવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહી

આ હુમલા બાદ કારેલીબાગ પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાયરલ વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો