Video/ કાયદો હાથમાં લેનારાઓ પર તવાઈ: સરકારી કર્મચારી પર હુમલા બાદ પોલીસનો મોટો કાફલો પાડલીયા જવા રવાના
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં ગઈકાલે શનિવારે
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં ગઈકાલે શનિવારે મોટો હુમલાનો બનાવ બન્યો હતો. જ્યાં 500 જેટલા લોકોના ટોળાએ વન વિભાગ, પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ તંત્ર અને પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયું છે.
અંબાજી ખાતે પોલીસનો મોટો જમાવડો
હુમલાની ગંભીરતાને જોતા ગઈકાલની ઘટના બાદ તાત્કાલિક અસરથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પોલીસ ટુકડીઓને અંબાજી ખાતે બોલાવી લેવામાં આવી હતી. અંબાજી ખાતે પોલીસ જવાનો સાથે વજ્ર વાહન સહિત અનેક પોલીસ વાહનોનો જમાવડો જોવા મળ્યો હતો.
જિલ્લા પોલીસ વડા (SP) અને નાયબ પોલીસ અધિક્ષક (DySP) દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય મીટીંગો યોજવામાં આવી હતી અને કાર્યવાહીની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
પાડલીયા ગામમાં કાર્યવાહી
હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે (રવિવારે) સવારે પોલીસ અધિકારીઓ અને જવાનોની મોટી ટીમ અનેક વાહનોમાં સવાર થઈને સીધી પાડલીયા ગામ તરફ રવાના થશે. હુમલો કરનાર ટોળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.







