Banaskantha News: ડીસામાં ઠંડીનો ચમકારો વધ્યો, સ્વેટર-મફલર અને ટોપીમાં જોવા મળ્યા લોકો
બનાસકાંઠાના ડીસામાં ઠંડીનું પ્રમાણ વધતા શહેરવાસીઓ

બનાસકાંઠાના ડીસામાં ઠંડીનું પ્રમાણ વધતા શહેરવાસીઓ હવે ઠંડી સામે સાવચેત રહેવા તૈયાર થઈ ચૂક્યા છે. વહેલી સવારથી જ લોકો સ્વેટર, મફલર અને ટોપી સાથે ઠંડી સામે લડવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે. શહેરમાં તાપણાંનો જોરદાર ઉપયોગ અને ચાની દુકાનો પર વધતી ભીડ ઠંડીની અસરને સ્પષ્ટ દર્શાવે છે.
ઠંડીનો અહેસાસ થતા લોકો સાવચેત
બનાસકાંઠાના ડીસામાં આજે સવારથી જ કડકડતી ઠંડીનો અહેસાસ થતા લોકો ઘરોમાંથી નીકળતા પહેલા ગરમ કપડા પહેરી સાવચેતી રાખી રહ્યા છે. રસ્તાઓ પર તાપણાં બળી રહ્યા છે અને લોકો તેની સામે હાથ સેકતા જોવા મળે છે. ચા-નાસ્તાની દુકાનો પર પણ ગ્રાહકોની સંખ્યા વધવા લાગી છે. લોકો ગરમા-ગરમ સૂપનું પણ સેવન કરી રહ્યા છે. સાથે શિયાળાની સવારમાં મોર્નિગ વોક અને જોગિંગનો આણંદ પણ માણતા હોય છે.
ડીસાવાસીઓ ઠંડી સામે ફુલ તૈયારીમાં
બનાસકાંઠાના ડીસાવાસીઓ ઠંડી સામે ‘ફુલ પ્રિપેર’ મોડમાં આવી ગયા છે. તાપણાં અને ગરમ કપડાંનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. જાહેર જનતાને હવામાન મુજબના ગરમ કપડાં પહેરવાની અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.








