મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ પાંડેસરામાં ખુલ્લા મેદાનમાં કચરાના વિશાળ ઢગલામાં લાગી ભીષણ આગ, શું તંત્ર કોઈ નક્કર પગલા ભરશે?

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આગનો બનાવ બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આગનો બનાવ બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પાંડેસરા સિદ્ધાર્થ નગરની સામે આવેલી મનીષ ડાઈંગ મિલની પાછળના ખુલ્લા મેદાનમાં કચરાના વિશાળ ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી.

તંત્ર દ્વારા ત્વરિત કામગીરી

આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તંત્ર પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું અને જરૂરી કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

તંત્ર સામે સવાલો

ખુલ્લા મેદાનમાં આ રીતે કચરો ઠાલવવો અને તેમાં આગ લાગવી તે પર્યાવરણ અને સ્થાનિક રહીશો માટે જોખમ સમાન છે. આ ઘટના બાદ હવે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે કે, શું GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) આ મામલે તપાસ કરશે? શું સ્થાનિક તંત્ર કચરો ફેંકનારાઓ સામે કોઈ નક્કર પગલાં ભરશે?

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ ખુલ્લા મેદાનમાં કચરો સળગવાની આ પ્રકારની ઘટનાઓ તંત્રની બેદરકારી સામે પણ આંગળી ચીંધે છે.

આ સમાચાર શેર કરો