Surat news: સોસાયટીમાં સાયકલ ચલાવતી વખતે બાળકના ગળામાં દોરી ફસાતા મોત, જુઓ ઘટનાના હચમચાવતા CCTV
સુરતના જહાંગીરપુરા વિસ્તારના આનંદ વિલા સોસાયટીમાં 8 વર્ષના બાળકનું પતંગની દોરીને કાર
સુરતના જહાંગીરપુરા વિસ્તારના આનંદ વિલા સોસાયટીમાં 8 વર્ષના બાળકનું પતંગની દોરીને કારણે મોત નિપજ્યું, બાળક પોતાની સાયકલ પર રમતા સમયે આકાશમાંથી કપાઈ આવી પતંગની દોરી તેના ગળામાં ફસાઇ ગઈ અને ગંભીર રીતે ઘર્ષણ થતા તેનું મૃત્યુ થઈ ગયું. બાળકના મોતના કારણે પરિવાર પર ગમગીની છવાઇ ગઈ છે. સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન દર વર્ષે પતંગની દોરી કારણે અકસ્માત નોંધાયા છે, અને આ વર્ષે થયેલી ઘટના સમગ્ર શહેરમાં ચિંતાનો વિષય બની છે. ઘટના CCTVમાં કેદ થઇ છે અને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.




