વેલંજા-અંકલેશ્વરમાંથી ઝડપાયું 250 કરોડથી વધુનું ડ્રગ્સ, મુંબઈમાં 2 કિલો ડ્રગ્સ વેચાય તે અગાઉ ઝડપાયો જથ્થો
ગુજરાત જાણે ડ્રગ્સનું કેપિટલ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે સુરતના વેલંજા

ગુજરાત જાણે ડ્રગ્સનું કેપિટલ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે સુરતના વેલંજા ગામ રંગોલી ચોકડી નજીકથી 2 કિલોથી વધુ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. સાથે જ ભરુચ જિલ્લાનાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા અવસર એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાંથી દોઢસો ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. સાથે 430 કિલોગ્રામ જેટલા શંકાસ્પદ માદક પદાર્થના જથ્થા સાથે 4 આરોપીઓને બે કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે પકડી પાડી ડ્રગ્સ રેકેનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
બાતમીના આધારે કાર્યવાહી
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વિશાલ પટેલ અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટ અવસર એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટીમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો બનાવ્યો હતો. જે તેના માણસો મોન્ટુ પટેલ તથા વિરાટ પટેલ તથા વિપુલ પટેલ ડ્રગ્સનો જથ્થો સ્કોડા કારમાં રાજ હોટલ થઈ વેલંજા ગામ રંગોલી ચોકડી તરફ જવાના છે. આ બાતમીને લઈને પોલીસે બે અલગ અલગ ટીમો અંકલેશ્વર તથા વેલંજા ગામ રંગોલી ચોકડી રવાના કરી હતી.
2.16 કરોડનો મુદ્દામાલ કબ્જે
ક્રાઈમ બ્રાંચની ટીમે રાજ હોટલથી રંગોલી ચાર રસ્તા તરફ જતા રોડ પરથી મોન્ટ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલને 2.031 ગ્રામના 2,03,10000 તથા સ્કોડા સ્લાવીયા કાર સાથે કુલ 2.16 કરોડના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા હતાં. જેથી કામરેજ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અવસર એન્ટરપ્રાઈઝમાંથી અધધ જથ્થો ઝડપાયો
ભરુતના અંકલેશ્વર જીઆઈડીસીમાં અવસર એન્ટરપ્રાઈઝમાંથી આરોપી વિશાલ મુકુંદ પટેલને માદક પદાર્થ એમડી ડ્રગ્સ જેનું વનજ 141 ગ્રામ કિંમત 14.10 લાખ તથા શંકાસ્પદ માદક પદાર્થ કુલ વજન 427.95 કિલોગ્રામનો જથ્થો પકડાયો હતો. હાલ તેનું પૃથ્થકરણ હાલ એફએસએલમાં થવાનું બાકી છે.
મુંબઈમાં ડ્રગ્સ આપવાનું હતું
અવસર એન્ટરપ્રાઈઝ ફેક્ટરીમાંથી પકડાયેલા વિશાલ પટેલના કહેવાથી કેમિકલ પ્રોસેસના જાણકાર મોન્ટુ, વિરાટ અને પલક પટેલ સુરતથી મુંબઈ ખાતે જવા નીકળ્યા હતાં. ત્રણેય આરોપીઓ મુંબઈ ખાતે કોઈ પાર્ટીને આ ડ્રગ્સનો જથ્થો આપવાના હતાં. આ અગાઉ બે વખત પલક પટેલ જે વિરાટ પટેલના માસીનો દીકરો છે તે મુંબઈમાં બે કિલોતી વધુ એમડી ડ્રગ્સનું વેચાણ કરી આવ્યો હોવાની તેણે કબુલાત પોલીસ સામે કરી છે.








