મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અકસ્માતનો શનિવાર : દ્વારકા, દાહોદ, પંચમહાલ, મહેસાણા અને અરવલ્લીમાં અકસ્માતમાં 8 લોકોના મોત

રાજ્યમાં આજે શનિવારના દિવસે દ્વારકા, દાહોદ, પંચમહાલ, મહેસાણા અને અરવલ્લીમાં અ

અકસ્માતનો શનિવાર : દ્વારકા, દાહોદ, પંચમહાલ, મહેસાણા અને અરવલ્લીમાં અકસ્માતમાં 8 લોકોના મોત

રાજ્યમાં આજે શનિવારના દિવસે દ્વારકા, દાહોદ, પંચમહાલ, મહેસાણા  અને અરવલ્લીમાં અકસ્માતની ઘટનાઓ ઘટી છે, જેમાં 8 લોકોના મોત થયા છે. તો ભાવનગરમાં સીટી બસે સફાઈકર્મી મહિલાને અડફેટે લેતા તે મહિલા ઈજાગ્રસ્ત થઇ છે. 

દ્વારકામાં આધેડનું મોત

દ્વારકા : કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં આધેડનું ઘટનાસ્થળે મોત

દ્વારકાના ખંભાળિયા-જામનગર નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ ચાલતી ઈનોવા કારે એક્ટિવા સવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં એક્ટિવા સવાર જગદીશ પાઉં નામના 55 વર્ષીય આધેડનું ઘટના સ્થળે મોત થયું હતું.

દાહોદ કાર અકસ્માતમાં 2 લોકોના મોત

દાહોદ : કાર ઝાડ સાથે અથડાતા 2 લોકોના મોત

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દેવધા ગામે હાઈવે પર બનેલી અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા છે,  જ્યારે 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. દાહોદથી ગરબાડા તરફ જતી વખતે કારને  અકસ્માત નડ્યો. કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઈ હતી. ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પંચમહાલમાં યુવકનું મોત

પંચમહાલ : ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે  મોત

પંચમહાલમાં માર્ગ અકસ્માતમાં એક યુવાનનું  ઘટનાસ્થળે મોત થયુ છે. શહેરાના લુણાવાડા હાઇવે પર વાટાવછોડા ચોકડી પાસે આ યુવાન વાંટાવછોડા ગામેથી શહેરા તરફ જઈ રહ્યો હતો તે સમય અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવતી ટ્રકે બાઈક સવાર યુવાનને અડફેટે લેતા આ યુવાનનું ઘટનાસ્થળે મોત થયુ છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસ તેમજ પરિવારજનોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

અરવલ્લીમાં 2 યુવકોના મોત

અરવલ્લી : કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં  2 યુવકોના મોત

અરવલ્લીમાં સતત બીજા દિવસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. માલપુર તાલુકાના ભેમપુર પાસે કાર અને બાઇકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બે લોકોના મોત થયા હતા, તો એક બાઇક સવાર ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. બંને મૃતકો શ્રમિક હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. સમગ્ર મામલે માલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

મહેસાણામાં અકસ્માતમાં માતા-બાળકનું મોત

મહેસાણા : કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં માતા-બાળકનું ઘટનાસ્થળે મોત

મહેસાણામાં વડનગરના મોઢાસણ ચોકડી પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમાં દોઢ વર્ષના બાળક અને માતાનું ઘટના સ્થળે જ મોત થયું. કારમાં 3 લોકો સવાર હતા, જેમાંથી 2નું મોત થયું છે જ્યાર કારચલાવનાર પિતાને હાલમાં સારવાર હેઠળ છે.

ભાવનગરમાં સફાઈકર્મી મહિલાને બસે અડફેટે લીધી

ભાવનગરમાં સીટી બસે મહિલા સફાઈકર્મીને અડફેટે લીધી 

ભાવનગર શહેરના મહિલા સર્કલ પાસે સીટી બસના ચાલકે ત્યાં સફાઈકામ કરી રહી સફાઈકર્મી મહિલા ગીતાબેન કિશોરભાઈ બારૈયાને અડફેટે લીધી હતી. આ મહિલા ઈજાગ્રસ્ત થાત તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઈ જતા કોઈ વ્યક્તિ દ્વારા બસના કાચ ઉપર પથ્થર મારતા કાચ તૂટ્યો હતો. બનાવના પગલે પોલીસ  ઘટના સ્થળે આવી પહોંચી હતી. 

આ સમાચાર શેર કરો