Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Rickshaw driver bullies in Karelibag, publicly abuses and threatens driver

VIDEO:  કારેલીબાગમાં રિક્ષાચાલકની દાદાગીરી, કારચાલકને જાહેરમાં અપશબ્દો બોલી ધમકી આપી

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રિક્ષાચાલકોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ જણાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કારેલીબાગ સ્થિત અમિતનગર સર્કલ પાસે એક રિક્ષાચાલક કારચાલક સાથે અસભ્ય વર્તન કરતો અને ખુલ્લેઆમ ધમકીઓ આપતો કેમેરામાં કેદ થયો છે.

App Store

ઘટનાની વિગત

મળતી માહિતી મુજબ, અમિતનગર સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં એક રિક્ષાચાલકે ગફલતભરી રીતે રિક્ષા હંકારી ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાડ્યા હતા. જ્યારે એક કારચાલકે આ બાબતે ટોક્યો, ત્યારે રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો. રિક્ષાચાલકે જાણે રોડ પોતાની માલિકીનો હોય તેમ કારચાલકનો રસ્તો રોકી, અત્યંત અસભ્ય ભાષામાં ગાળો ભાંડી હતી અને તેને જોઈ લેવાની ધમકી આપી હતી.

ટ્રાફિક પોલીસ અને સુરક્ષા પર સવાલ

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવે છે અને કડક બંદોબસ્ત હોવાના દાવા કરવામાં આવે છે, છતાં આવા તત્વોને કાયદાનો કોઈ ડર હોય તેમ લાગતું નથી. ભીડભાડવાળા સર્કલ પર રિક્ષાચાલકની આ પ્રકારની 'દાદાગીરી'થી અન્ય વાહનચાલકોમાં પણ રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોની માંગ

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર વડોદરા પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. માત્ર દંડ વસૂલવાને બદલે આવા અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે, જેથી શહેરની શાંતિ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે.