Video: ATSની કાર્યવાહી બાદ વડોદરા પોલીસ સતર્ક, કપુરાઈ ચેકપોસ્ટ પર સરપ્રાઈઝ વાહન ચેકિંગ

ગુજરાત ATS દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ સામેની કાર્યવાહી અને જરોદથી શાહરુલ ઇસ્લામની ધરપકડ તેમજ વડોદરા એરફોર્સ સ્ટેશનની કથિત રેકીની વિગતો બાદ શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક બનાવવામાં આવી છે. આ પગલે વડોદરાના કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા કપુરાઈ ચેકપોસ્ટ ખાતે સરપ્રાઈઝ અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન શંકાસ્પદ વાહનો, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના કે છેડછાડ કરેલી નંબર પ્લેટ ધરાવતા વાહનો તેમજ વાહનચાલકોના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.
જાહેરાત















