Video: સિંગરવા ગ્રામ પંચાયત દ્વારા ૧,૬૭૯ સાયકલોનું વિતરણ, સખી મંડળની મહિલાઓએ જાતે તૈયાર કરી સાયકલ

સોર્સ: gstv

મુખ્ય આયોજક અંકિતસિંહ ચૌહાણ અને સરપંચ સીતાબેન ચૌહાણના નેતૃત્વમાં યોજાયેલા આ સમારોહમાં શિક્ષણ અને મહિલા સશક્તિકરણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સખી મંડળની બહેનોએ તકનીકી કૌશલ્ય શીખીને સાયકલના ભાગો જોડી રોજગારી અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરપંચ સીતાબેન ચૌહાણે મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર ગૌરવ વ્યક્ત કર્યું હતું, જ્યારે અંકિતસિંહ ચૌહાણે આ યોજના થકી બાળકોના શિક્ષણને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. "સપનાઓને ગતિ, ભવિષ્યને દિશા" ના સંદેશ સાથે વિતરિત થયેલી આ સાયકલો વિદ્યાર્થીઓ અને ખાસ કરીને દીકરીઓની શાળાએ જવાની સફરને સરળ બનાવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત