Video: ઇસનપુર હપ્તાખોરી વિવાદમાં AMCની કાર્યવાહી, ડ્રાઈવર અને મજૂર સહિત બે કર્મચારી સસ્પેન્ડ

સોર્સ: gstv

અમદાવાદમાં ઇસનપુર હપ્તાખોરીના વીડિયો મામલે સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ આક્ષેપ કર્યો હતો કે માત્ર ઇસનપુર જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં હપ્તારાજ ચાલે છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ મામલે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું કે ઇસનપુરમાં દબાણ ખાતા દ્વારા હપ્તો લેવાની ઘટનામાં AMCએ કાર્યવાહી કરી એક ડ્રાઈવર અને એક મજૂર એમ બે કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. એસ્ટેટ વિભાગમાં આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા પણ કરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત