મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના ઇસનપુરમાં વિદ્યાર્થી જીગર સોલંકીની બોથડ પદાર્થ વાગી જતાં ઘાતકી હત્યા

અમદાવાદના ઇસનપુર માં સિલ્વર ઓક યુનિવર્સિટીના ૨૧ વર્ષીય વિદ્યાર્થી જીગર સોલંકીની બોથડ પદાર્થોના

તસવીર: gstv

  અમદાવાદના ઇસનપુર માં સિલ્વર ઓક યુનિવર્સિટીના ૨૧ વર્ષીય વિદ્યાર્થી જીગર સોલંકીની બોથડ પદાર્થોના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે ઘરેથી મણિનગર જવાહરચોક ખાતે મિત્રને મળવા નીકળેલો જીગર તીર્થભૂમિ એપાર્ટમેન્ટ પાછળથી નગ્ન અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેના ખભા, હાથ અને ગાલ પર ગંભીર ઈજાના નિશાન હતા. સ્થાનિકોએ મદદ કરી તેને કપડાં પહેરાવ્યા બાદ ૧૦૮ મારફતે એલજી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. વકીલ મામા હર્ષિતભાઈ ચૌહાણની ફરિયાદના આધારે ઇસનપુર પોલીસે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાથી પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો