મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના મોટેરામાં બંધ બંગલામાંથી રૂ.૫.૬૪ લાખની મત્તાની સરેઆમ ચોરી

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ દેવપ્રિયા-૨ના બંગલા નંબર ૦૩માં ચોરીની મોટી ઘટના સામે આવી છે.

તસવીર: gstv

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ દેવપ્રિયા-૨ના બંગલા નંબર ૦૩માં ચોરીની મોટી ઘટના સામે આવી છે. અહીં તસ્કરોએ બંધ બંગલાને નિશાન બનાવી રૂ. ૫,૬૪,૧૦૦ની મત્તાની સરેઆમ ચોરી કરી છે. ચોર ગેલેરીનો દરવાજો અને બારીના સળિયા તોડી, મચ્છર જાળી કાપીને ઘરમાં ઘૂસ્યા હતા. બંગલામાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ લેપટોપ અને આઈપેડની ચોરી થઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે. મોટેરામાં રહેતા કેતનભાઈ નાણાવટીએ અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધાવી છે. હાલ ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને ચોરોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો