મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના ચાંગોદરમાં પરિચિત યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું, આરોપી ઝડપાયો

અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે.. પરિચિત યુવકે

તસવીર: gstv

અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે.. પરિચિત યુવકે ફોઈના ખાલી ઘરનો લાભ લઈને સગીરાને અવારનવાર બોલાવી હતી અને બદનામ કરવાની ધમકી આપી છેલ્લા 4થી 5 મહિનાથી તેની પર દુષ્કર્મ આચર્યું હતું....આરોપીના સતત ત્રાસથી કંટાળીને આખરે પીડિત સગીરાએ પોતાની માતાને સમગ્ર આપવીતી જણાવી હતી, જેના આધારે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અગાઉ વર્ષ ૨૦૨૫ના હત્યા કેસમાં પણ મદદગારીના ગુનામાં સંડોવાયેલ છે અને હાલ જામીન પર બહાર હતો.

આ સમાચાર શેર કરો