મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના કારંજ વિસ્તારમાં ટ્રાફિક મુદ્દે તકરાર બાદ કાપડના વેપારીની દુકાનમાં તોડફોડ: ૬ આરોપીઓની ધરપકડ

અમદાવાદના કારંજ વિસ્તારમાં વાહન સાઈડમાં લેવ

તસવીર: gstv

અમદાવાદના કારંજ વિસ્તારમાં વાહન સાઈડમાં લેવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરાર બાદ કેટલાક અસામાજિક તત્વોએ કાપડની દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને વેપારી તથા તેના ભત્રીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય ૬ આરોપીઓની ધરપકડ કરી લીધી છે….ટુ-વ્હીલર સાઈડમાં લેવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને આરોપીઓએ એકસંપ થઈને દુકાનમાં તોડફોડ કરી હતી અને ગડદાપાટુનો માર માર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓની ઓળખ કરીને કાયદાનું ભાન કરાવવા માટે ઘટનાસ્થળે તેમનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

આ સમાચાર શેર કરો