Video: હાંસોટના ઇલાવ નજીક કંપનીની પાણીની લાઈનમાં ભંગાણ, ખેતરોમાં ક્ષારયુક્ત પાણી ફરી વળતા નુકસાન

ખરચની બિરલા સેલ્યુલોઝિક કંપનીની આશરે ૨૫ કિલોમીટર લાંબી લાઇનમાં લીકેજ થવાથી પ્રદૂષિત પાણી ખેતરોમાં અને એક કિલોમીટર સુધી કાંસમાં વહેતા ખેતીની જમીન તથા પાકને નુકસાન થયું છે. ખેડૂત ધનેશ પટેલે જણાવ્યું કે ભાતનું તરુ રોપવા તૈયાર કરેલા ખેતરમાં ક્ષારયુક્ત પાણી ભરાઈ જતાં હવે વાવણી શક્ય નથી, જ્યારે રાકેશ પરમારે રોજગારી અને અગાઉના વળતરના વાયદા પૂરા ન થયા હોવાનો આક્ષેપ કર્યો છે. ઉકાઈ કેનાલમાં પાણી બંધ હોવાની સ્થિતિ વચ્ચે સર્જાયેલા આ નુકસાન સામે ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ કરી છે. બીજી તરફ કંપનીના પ્રતિનિધિ આનંદસિંહે લાઇનના સમારકામ માટે સૂચના આપી હોવાનું જણાવી કંપનીની નીતિ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવાની ખાતરી આપી છે.
જાહેરાત













