મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હાંસોટના પવિત્ર રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ખાતે સ્વયંભૂ વમળનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું

ભરૂચ જિલ્લાના હાંસોટ નજીક ન

તસવીર: gstv

ભરૂચ જિલ્લાના હાંસોટ નજીક નર્મદા અને અરબી સમુદ્રના સંગમ સ્થાને આવેલું વમલેશ્વર ગામ એક અતિ પ્રાચીન ધાર્મિક ધામ છે. મા નર્મદાના જળમાં સર્જાયેલા વમળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા વમળનાથ મહાદેવના નામ પરથી આ ગામનું નામ વમલેશ્વર પડ્યું હોવાની પૌરાણિક માન્યતા છે.અહીં ગ્રામજનો દ્વારા જીર્ણોદ્ધાર કરીને ૧૨ જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. અમરકંટકથી શરૂ થતી નર્મદા પરિક્રમાનું પ્રથમ ચરણ અહીં વમળનાથ મહાદેવના દર્શન સાથે પૂર્ણ થાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેશભરમાંથી લાખો પરિક્રમાવાસીઓ અને શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે, જ્યાં સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમના રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો