Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : VIDEO: Water filled in Kantialjal village of Hansot

VIDEO: હાંસોટના કંટિયાળજાલ ગામમાં ભરાયા પાણી

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદના પગલે કંટિયાળજાલ ગામ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે..અને ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે ગામના રાઠોડવાસ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે સ્થાનિક લોકોનું જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે. અચાનક પૂર જેવા પાણી ભરાઈ જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ આકાશી આફતમાં ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ડૂબી ગયું છે. મુશ્કેલીમાં મુકાયેલા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ અસરગ્રસ્તોને વહીવટી તંત્ર તરફથી જરૂરી સહાય પૂરી પાડવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.  

App Store