મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉપરવાસના વરસાદથી હાંસોટના આસરમાં ઘૂસ્યા પાણી

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કિમ નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા હાંસોટના આસરમાં

તસવીર: gstv

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કિમ નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા હાંસોટના આસરમાં ગામમાં અચાનક પાણી ઘૂસી ગયા હતા. ગામના અનેક વિસ્તારોમાં ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વિકટ પરિસ્થિતિની જાણ થતાં જ હાંસોટ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક બોટ લઈને ગામમાં દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન ગામમાં ફસાયેલા એક બીમાર વૃદ્ધને સુરક્ષિત ખસેડવાની જરૂર ઊભી થતાં, હાંસોટ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તેમને ખાટલામાં બેસાડીને પાણીમાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા. તંત્ર અને સામાજિક આગેવાનો દ્વારા પૂરગ્રસ્તો માટે ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો