મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં કીમ નદીમાં પૂરથી હાંસોટના ૨૫૫ લોકોનું સ્થળાંતર, ૪ જિલ્લામાં ૧૧ રૂટ કરાયા ડાયવર્ટ!

વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહ

તસવીર: gstv

વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહ નર્મદા જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે રાજપીપળાની મુલાકાતે આવ્યા હતા. તેમણે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો એલર્ટ મોડ પર કામ કરી રહી છે. કીમ નદીમાં પૂરની સ્થિતિ સર્જાતાં હાંસોટના ૨૫૫ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદી પાણીના કારણે ૧૧ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે સતત સંકલન સાધીને તમામ કામગીરી સુચારુ રીતે ચલાવવામાં આવી રહી છે. આગામી વરસાદની આગાહીને પગલે પૂર કે જળભરાવની કોઈપણ સ્થિતિમાં પોલીસ તંત્ર પ્રજાની સુરક્ષા માટે ખડેપગે તૈનાત રહેશે.

આ સમાચાર શેર કરો