VIDEO: વડોદરામાં કારની ટક્કરે વિદ્યાર્થીનું મોત, કારચાલક ઝડપાયો
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના અકસ્માતનો ભોગ બનેલા ત્રણમાંથી એક વિદ્યાર્થીનું સ

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના અકસ્માતનો ભોગ બનેલા ત્રણમાંથી એક વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયુ છે. અને પોલીસે અકસ્માત સર્જનારા શખ્સની ધરપકડ કરી છે. .અકસ્માતનો ભોગ બનેલા વિદ્યાર્થીઓમાંથી ઋતુરાજ નામના વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. નંબર પ્લેટ વગરની કાર અકસ્માત સર્જી હાલોલ તરફ ભાગી ગઈ હતી, જ્યાં કાર બ્રેકડાઉન થતાં ચાલકે ટોઇંગ સર્વિસની મદદ લીધી હતી. આ બાતમીના આધારે પોલીસે કાર જપ્ત કરી અકસ્માત સર્જનાર ચાલક હર્ષ મેડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




