મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર પોલીસનું તડામાર રિહર્સલ

વડોદરા શહેરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવાની છ

તસવીર: gstv

વડોદરા શહેરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા સ્ટેશનથી બપોરે નીકળશે અને સાત કિલોમીટરના વિસ્તારમાં ફરી પોલો ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થશે, જ્યાં ભગવાન ભક્તોને સામેથી દર્શન આપશે. આ રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં છે. આજે સમગ્ર રૂટ પર પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની હાજરીમાં બંદોબસ્તનું તડામાર રિહર્સલ કરાયું હતું. સુરક્ષા માટે અંદાજે ૩ હજાર જેટલા પોલીસ અધિકારીઓ, જવાનો અને બહારની પોલીસ કંપનીઓ તૈનાત રહેશે. સમગ્ર યાત્રામાર્ગ પર સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરાશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ તંત્રે નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને સહકાર સાથે રથયાત્રામાં જોડાવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો