મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં મુખ્ય માર્ગ પર પડ્યો મોટો ભૂવો, તંત્રની પોલ ખૂલી

વડોદરામાં વરસાદની એક જ જોરદાર એન્ટ્રીએ મહાનગરપાલિકાની કરોડો રૂપિયાના ખર્ચે થયેલ

તસવીર: gstv

વડોદરામાં વરસાદની એક જ જોરદાર એન્ટ્રીએ મહાનગરપાલિકાની કરોડો રૂપિયાના ખર્ચે થયેલી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના સૌથી વ્યસ્ત અને મુખ્ય માર્ગોમાં ગણાતા તાંદલજાથી વાસણા-ભાયલીને જોડતા રોડ પર અચાનક ૨૦ ફૂટ ઊંડો મસમોટો ભૂવો પડતાં વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય અને હાલાકીનો માહોલ જોવા મળી રહ્યો છે. રસ્તાની વચ્ચે જ સર્જાયેલી આ જોખમી સ્થિતિને કારણે અકસ્માતનો ભય વધ્યો છે અને હજારો વાહનચાલકોનો રોજિંદો વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે.   વરસાદની શરૂઆતમાં જ સર્જાયેલી આ પરિસ્થિતિએ પાલિકાની તંત્રની કામગીરીની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલો અને પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કર્યા છે.

આ સમાચાર શેર કરો