Video: માળિયા હાટીનામાં દધીચી સરોવરમાં પાણી છોડવાની માંગ, ખેડૂતોની આંદોલન અને મતદાનની ચીમકી

સોર્સ: gstv

માળિયા હાટીનામાં પાણીની સમસ્યાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાલીમડા ગામે 10થી 20 ગામના ખેડૂતોએ એકત્રિત થઈ દધીચી સરોવરમાં 20થી 40 ટકા પાણી ભરવાની માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સૌની યોજનાનું પાણી સ્થાનિક વિસ્તારોને બદલે અન્યત્ર અપાઈ રહ્યું છે અને સરોવર ખાલીખમ છે. દધીચી સરોવર ભરાય તો માંગરોળ અને માળિયા હાટીનાના 45થી વધુ ગામો, જૂથ પાણી પુરવઠા યોજનાના 90 ગામો તેમજ કૂવા અને પશુધનને ફાયદો થાય તેમ છે. મહિલાઓને 2 કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડતું હોવાનો દાવો કરી વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને ચૂંટણીમાં જવાબ આપવાની ચેતવણી અપાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત