VIDEO: અમદાવાદના ઇસનપુરમાં આયોજનના અભાવે નવો આઇકોનિક રોડ ફરી ખોદાયો, તંત્રએ પ્રજાના પૈસાનો કર્યો વેડફાટ
અમદાવાદના ઇસનપુરમાં નવા બનેલા આઇકોનિક રોડમાં તોડફોડ કરાતા સ્થાનિકોમાં રોષની

અમદાવાદના ઇસનપુરમાં નવા બનેલા આઇકોનિક રોડમાં તોડફોડ કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. જ્યારે નવો રોડ બની રહ્યો હતો ત્યારે તંત્ર અંડરગ્રાઉન્ડ વરસાદી પાણીની લાઇન નાખવાનું જ ભૂલી ગયો હતો. વરસાદી પાણીની લાઈન ન હોવાથી ભગવાનનગરમાં પાણી ભરાયાની ફરિયાદ પણ ઉઠી હતી. જે બાદ કોર્પોરેશને મોડે મોડે બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ હવે આ આઇકોનિક રોડ તોડીને સ્ટોર્મ વોટર લાઈન નાખી છે. જો રોડના ડિઝાઇન સમયે જ આ વિશે ધ્યાન રખાયું હોત તો આ રીતે પ્રજાના પૈસાનો ધૂમાડો ન થયો હોત.




