મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના નરોડામાંથી ફેક કોલ સેન્ટર ઝડપાયું

અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસે વધુ એક ગેરકાયદે ફેક ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મુખ્

તસવીર: gstv

અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસે વધુ એક ગેરકાયદે ફેક ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મુખ્ય આરોપી મહેશ શ્રોફની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાગરિત માર્ટિન ફરાર હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે સ્વામિનારાયણ પાર્ક વિસ્તારમાં આવેલા ભાડાના ફ્લેટમાંથી છેલ્લા છ મહિનાથી આ નેટવર્ક ચલાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન મોબાઈલ, લેપટોપ, ઈ-સીમ, વાઈ-ફાઈ રાઉટર અને કોલિંગ સ્ક્રિપ્ટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો