VIDEO: અમદાવાદ ઇસનપુરનો આઇકોનિક રોડ તોડવો પડ્યો, કોંગ્રેસે લગાવ્યા તંત્ર પર આક્ષેપ
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં નવો બનેલો આઇકોનિક રોડ તંત્રની બેદરકારીના કારણ

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં નવો બનેલો આઇકોનિક રોડ તંત્રની બેદરકારીના કારણે ચર્ચામાં આવ્યો છે, નવા બનેલા આ રોડમાં વરસાદી પાણીની લાઇન નાખવાનું તંત્ર ભૂલી ગયું હતું. જેથી પાણીના નિકાલ માટે આઈકોનિક રોડ તોડવો પ્ડ્યો છે...આ રોડમાં વરસાદી પાણીની લાઇન ન હોવાને કારણે સ્થાનિક ભગવાન નગરમાં વરસાદી પાણી ભરાયા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી હતી. ખાસ કરીને, સ્થાનિક કોર્પોરેટર પણ ભગવાન નગરમાં જ રહેતા હોવાથી આ મામલે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ડિઝાઇન બનાવતી વખતે જ આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું, જેના કારણે હવે કોર્પોરેશને નવો આઇકોનિક રોડ તોડીને સ્ટોર્મ વોટર લાઇન નાખવાની ફરજ પડી હોવાનો કોંગ્રેસ નેતાએ આક્ષેપ લગાવ્યો છે.




