VIDEO: અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, પાર્કિંગ અને દબાણની સમસ્યા અંગે હાઈકોર્ટમાં સુનાવણી
અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, પાર્કિંગ અને દબાણની સમસ્યા અંગે હાઈકોર્ટ

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, પાર્કિંગ અને દબાણની સમસ્યા અંગે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન AMC દ્વારા આંકડા રજૂ કરાયા હતા. શહેરમાં 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 સુધીમાં માર્ગ અકસ્માતમાં 454 લોકોના મૃત્યુ થયા છે, એટલે કે સરેરાશ રોજ 1 વ્યક્તિનું મૃત્યુ થાય છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 40.29 લાખ કેસોમાં 266 કરોડનો દંડ વસૂલાયો છે અને રોજ 12000 મેમો નીકળે છે. હાલ 6200 કેમેરાથી વોચ રખાઈ રહી છે અને વધુ 6000 કેમેરા ઇન્સ્ટોલ કરાશે. ટ્રાફિક વ્યવસ્થાપન માટે હાલ 2371 TRB જવાનો કાર્યરત છે અને 2 હજાર TRB જવાનો ઉમેરવાની પ્રસ્તાવના છે. સાથે જ 1 સપ્ટેમ્બર 2023થી 20 જાન્યુઆરી 2026 સુધીમાં 27,467 રખડતા પશુઓને ખસેડાયા છે.




