Video: વડોદરા એરફોર્સ સ્ટેશનની રેકીના ખુલાસા બાદ પોલીસ એલર્ટ મોડમાં: મકરપુરા વિસ્તાર અને હોટલોમાં સઘન કોમ્બિંગ

સોર્સ: gstv

વડોદરા એરફોર્સ સ્ટેશનની કથિત રેકીનો મામલો સામે આવ્યા બાદ શહેર પોલીસ એલર્ટ બની છે. મકરપુરા પોલીસ દ્વારા એરફોર્સ સ્ટેશનની આસપાસના વિસ્તારો અને હોટલોમાં સઘન કોમ્બિંગ તથા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં ACP વી.પી. ગામિત, PI એ.એમ. ગોહિલ સહિત મકરપુરા પોલીસ, SOG, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ જોડાઈ હતી. પોલીસ દ્વારા હોટલો, આસપાસના વિસ્તારો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તપાસ કરવામાં આવી હતી. આરોપીને સ્થાનિક સ્તરે કોઈ મદદ મળી હતી કે કેમ અને અન્ય કોઈ શખ્સો સંપર્કમાં હતા કે કેમ તે દિશામાં પણ તપાસના સવાલો ઊભા થયા છે. શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત