Video: વલસાડ SOGનું મોટું ઓપરેશન: પારડીના બીલખાડી વિસ્તારમાં રાજસ્થાની પરિવારના ઘરેથી 1 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

વલસાડ SOG પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડીને અંદાજે એક કરોડ રૂપિયાની કિંમતનો નશીલો જથ્થો ઝડપી પાડ્યો છે. પારડીના બીલખાડી વિસ્તારમાં રહેતા એક રાજસ્થાની પરિવારના ઘરે દરોડો પાડીને પોલીસે આ કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન ઘરમાંથી ત્રણ અલગ-અલગ પ્રકારનું ડ્રગ્સ મળી આવ્યું છે, જેમાં ટ્રામાડોલ ટેબલેટ, અલ્પ્રાઝોલમ કેપ્સ્યુલ અને કોડીન સીરપનો સમાવેશ થાય છે. આ મોટા જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડીને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે પારડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાહેરાત














