Video: જબલપુરમાં ATSની કાર્યવાહીથી નકલી દસ્તાવેજોનું કૌભાંડ સામે આવ્યું

સોર્સ: gstv

મધ્યપ્રદેશના જબલપુરમાં ATSએ મોટી કાર્યવાહી કરતા ભારતમાં નકલી પાસપોર્ટના આધારે રહેતા ત્રણ અફઘાન નાગરિકોની ધરપકડ કરી છે. ATSની ટીમે તપાસ દરમિયાન ત્રણેય શખ્સોની ઓળખ કરી તેમની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં ત્રણેય અફઘાન નાગરિકો ભારતમાં નકલી પાસપોર્ટના આધારે વસવાટ કરતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ATS દ્વારા પાસપોર્ટ સહિતના દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ ભારતમાં ક્યારથી રહેતા હતા અને નકલી દસ્તાવેજો કેવી રીતે મેળવ્યા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત