VIDEO: જબલપુરમાં નર્મદા નદીમાં તિરંગા યાત્રા
મધ્યપ્રદેશના જબલપુરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે નર્મદા નદીમાં અનોખી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હ

મધ્યપ્રદેશના જબલપુરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે નર્મદા નદીમાં અનોખી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નદીમાં બોટ પર સવાર થઈ મોટી સંખ્યામાં લોકોએ તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. યાત્રા દરમિયાન દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા અને સમગ્ર નર્મદા કિનારો તિરંગાના રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો. સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને આયોજિત આ અનોખી યાત્રા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. નર્મદા નદીમાં તિરંગા સાથે નીકળેલી બોટોની કતારનો નજારો મનમોહક જોવા મળ્યો હતો. કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો.



