મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જબલપુરમાં ગોડાઉનમાં ભીષણ આગ

મધ્યપ્રદેશના જબલપુર શહેરના ઉખરી ચોક વિસ્તારમાં આવેલા એક ટેન્ટ હાઉસના વેરહાઉસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાન

તસવીર: gstv

મધ્યપ્રદેશના જબલપુર શહેરના ઉખરી ચોક વિસ્તારમાં આવેલા એક ટેન્ટ હાઉસના વેરહાઉસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં તેણે આખા ગોડાઉનને પોતાની ચપેટમાં લઈ લીધું હતું અને આકાશમાં ધૂમાડાના કાળા ગોટેગોટા છવાઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહાંબત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો ટેન્ટનો સામાન અને માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું 

આ સમાચાર શેર કરો