Video: જબલપુરમાં ભવ્ય દીપોત્સવ

મધ્યપ્રદેશના જબલપુરમાં નર્મદા નદીના કિનારે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દીપોત્સવ દરમિયાન નર્મદા નદીના ઘાટ પર 51 હજાર દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. હજારો દીવાઓની રોશનીથી સમગ્ર નદીકિનારો ઝળહળી ઊઠ્યો હતો. આ પ્રસંગે લેસર શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાં આતશબાજી સાથે દીપોત્સવની ઉજવણીમાં ચાર ચાંદ લાગી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો આ ભવ્ય નજારો નિહાળવા ઉમટી પડ્યા હતા.
જાહેરાત







