Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara News: The pressure branch of the Municipal Corporation snatched the livelihood of a poor family

Vadodara News: મહાનગરપાલિકાની દબાણ શાખાએ ગરીબ પરિવારની રોજી-રોટી છીનવી

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની અમાનવીય પ્રવૃત્તિ સામે આવી છે. જેમાં મહાનગરપાલિકાએ એક ગરીબ પરિવારની રોજી-રોટી છીનવી લીધી છે. કારેલીબાગ અમિતનગર બ્રિજ નીચે ફૂટપાથ પર ફુગ્ગા વેચી પેટીયું રળતા પરિવાર સામે મહાનગરપાલિકા અન્યાય કરતી જોવા મળી છે. પાલિકાની દબાણ શાખાએ ફુગ્ગા વેંચતા પરિવારની ફુગ્ગા સાથેની સાયકલ કરી જપ્ત કરી લીધી છે.

App Store

પરિવાર આજીજી કરતો રહ્યો અને દબાણ શાખા ના માની

ગરીબ પરિવાર પોતાની સાયકલ અને ફુગ્ગા છોડાવવા માટે આજીજી કરતો રહ્યો પણ દબાણ શાખા ના માની અને તેમની માનવતા નેવે મૂકી દીધી હોવાની આ ઘટના સામે આવી છે. દરમિયાન નાનો બાળક સાયકલ છોડાવવા માટે રડતો રહ્યો પણ પાલિકા તંત્ર એકની બે ના થઈ. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.

ગેરકાયદેસર દબાણો ઘણા છે પરંતુ પાલિકાને ગરીબ શ્રમજીવી જ દેખાયા

વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો છે પરંતુ પાલિકાને આ ગરીબ શ્રમજીવી જ દેખાય છે. મળતી માહિતી અનુસાર શહેરના હાર્દ સમા ચાર દરવાજા વિસ્તારમાં દબાણોની ભરમાર છે, ત્યાં પાલિકા કંઈ કરતી નથી પણ તેમને દેખાયા તો આ શ્રમજીવી પરિવારો. પાલિકાએ ફૂટપાથ પર રહી ફુગ્ગા વેંચતા શ્રમજીવી પર રોફ જમાવ્યો હોય તેવી આ ઘટના સામે આવી છે.

આજીવિકા સમાન સાયકલ પણ જપ્ત કરી દીધી 

સાયકલ અને ફુગ્ગા લેવા ગરીબ પરિવાર વિનંતી કરતો રહ્યો પણ દબાણ શાખા ટસની મસ ના થઈ. મોટા માથાના દબાણકારોના દબાણો જપ્ત કરવાના બદલે પાલિકા આવા નાના શ્રમજીવીઓની રોજી-રોટી છીનવી રહી હોય તેવું જણાય છે. આ મામલે કોંગ્રેસ અગ્રણી જીતેન્દ્ર સોલંકીએ પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે. અહીં દર્શાવેલ વીડિયોમાં આ આક્ષેપો જોવા મળે છે.